HomeGujaratટંકારામાં ઘરફોડ અને લુંટના ગુનામાં 13 વર્ષથી નાસતો ફરતો આરોપી એમપીથી ઝડપાયો

ટંકારામાં ઘરફોડ અને લુંટના ગુનામાં 13 વર્ષથી નાસતો ફરતો આરોપી એમપીથી ઝડપાયો

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, ટંકારા પોલીસ મથકમાં ઘરફોડ તથા લુંટના અલગ-અલગ બે ગુનામાં નાસતો ફરતો આરોપી કમલસિંહ થાનસિંહ અજનારીયા રહે. મોટી ઢેલવાણી તા.કુક્ષી જી.ધાર (એમ.પી) વાળો હાલે મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લા જેલ સામે આવેલ હોવાની બાતમી મળતા પોલીસ સ્ટાફ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુના કામે નાસતો ફરતો આરોપીને અલીરાજપુર જિલ્લા જેલ સામેથી પકડી પાડી હસ્તગત કરી અત્રે લાવી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ મથક ખાતે સોંપવામાં આપેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW