આજે ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા છેલ્લા 20 દિવસ સ્ટ્રીટ લાઈટ ઓવરબ્રિજની બંધ પડેલી હાલતમાં હતી. આજ રોજ કોંગ્રેસ સમિતિ ટંકારા દ્વારા સ્વખર્ચે ચાલુ કરવામાં આવી અને ગામના ઘણા ખરા પ્રશ્નો ટંકારાના નોખા નોખા વિસ્તારોની મુલાકાત લઇ અને તેના પ્રશ્નો ની જાણકારી લીધેલ હતી અને તેના ગંદકી અને રોડ રસ્તાના પ્રશ્નોને લઈ નગરપાલિકાએ રજૂઆત કરવાની પૂરી ખાતરી આપી હતી.
જો રજૂઆત નગરપાલિકા નહીં સાંભળે તો કોંગ્રેસ સમિતિ ગાંધી ચીંર્ધા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી.
(1) ટંકારા બ્રિજ નીચે ની ગંદકી દૂર કરવી (2) ટંકારા ચોકડીએ સૌચાલનની વ્યવસ્થા કરાવવી (3) ટંકારાના મંદિરો પાસેની ગંદકી દૂર કરવી અને ત્યાં આરસીસી રોડ બનાવવા (4) સોસાયટીઓમાં પાણી નિકાલના પ્રશ્નો (5) સોસાયટી અને ગામમાં આરસીસીના રોડ ના પ્રશ્નો. (6) નાલા બંધ થઈ જવાના કારણે પાણીના પ્રશ્નો નાલાની સફાઈના પ્રશ્નો (7) સ્કૂલો પાસેની ગંદકી દૂર કરવી ત્યાં પાણી ભરાય છે ત્યાં પાણીનો નિકાલ કરવો અને દવાનો છટકાવ કરવો જેથી વિદ્યાર્થીઓ બીમાર ના પડે. વગેરે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.

