HomeGujaratમોરબીમાં હોર્ન વગાડી મહિલાઓને પરેશાન કરતા શખ્સોને ઠપકો આપનાર પિતા-પુત્ર પર છ...

મોરબીમાં હોર્ન વગાડી મહિલાઓને પરેશાન કરતા શખ્સોને ઠપકો આપનાર પિતા-પુત્ર પર છ શખ્સનો હુમલો

મોરબીના જેલ રોડ પર બોરીચા વાસમાં રહેતા મોહનભાઈ ટપુભાઈ જારીયાએ આરોપી અરમાન જેરુભાઇ, શાહરૂખ હુશેનભાઇ, મહેફીઝ રહે.- ગોડલ, ભભુડો મમદભાઇ, રફીક હુશેન અને અફજલ સબીર. રહે બધા હાલ બોરીચા વાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, બોરીચા વાસના નાકાની બાજુમાં સમસુદીનના બંગલા પાસે બેઠેલ હતો, ત્યારે ત્યા બેઠેલ અરમાન જેરુભાઇ અને શાહરૂખ હુશેનભાઇ બન્ને જણા ત્યાંથી ફરીયાદીની વહુઓ પસાર થાય ત્યારે હોર્ન વગાડી હેરાન કરતો હોઇ જેથી ફરીનો દીકરો જીવણ સમજાવવા જતા તે સારૂ નહીં લાગતા આરોપીએ ફરીયાદીને છરી વડે ઇજા પહોંચાડી હતી તથા ફરીયાદીના દિકરા જીવણને મુંઢમાર મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદીની ફરિયાદ આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW