મોરબીના ઉંચી માંડલ ગામ નજીક આવેલ સાઈન સિરામિક કારખાનામાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની જીતેનભાઇ સુરસિહ ડાવર કોઇ પણ કારણોસર ગત તા.-02/07/2025ના રોજ મોરબીના તળાવીયા શનાળા ગામે આવેલ તળાવના પાણીમાં પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે તેના મૃત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

