મોરબી જિલ્લાના ચકચારી વજેપર ગામના સર્વે નંબર 602માં થયેલા જમીન કૌભાંડમાં અંતે સીઆઈડી ક્રાઈમની ટીમે અંતે એક મહિલા સહીત 2 આરોપીની ધરપકડ કરી હતી સી આઈડી ક્રાઈમ ની ટીમ છેલ્લા ઘણા સમયથી મોરબી જીલ્લામાં ધામાં નાખ્યા હતા અને કેસ બાબતે છુપી રીતે તપાસ કરી રહી હતી તપાસ દરમિયાન હેતલ ભોરણીયા નામની મહિલા તેમજ ભરત દેગામા નામની વ્યક્તિની સંડોવણી ખુલતા ગત તા 2 ના રોજ સીઆઈડી ટીમ દ્વારા બંન્નેની અટકાયત કરી તેમજ બન્ને અલગ અલગ ટીમે પૂછ પરછ કરી હતી સી આઈ ડી ના ડીવાયએસપી રાકેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર કેસની તેમની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને અ તપાસમાં મહિલા હેતલ ભોરણીયા અને ભરત દેગામાંની અટકાયત કર્યા બાદ આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને કેસની લગતી તપાસ જેમાં બન્નેની શું ભૂમિકા છે જમીન દસ્તાવેજ બાબતમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ખોટા રજુ કરાયા છે તેમજ આ કેસમાં જેમની સામે ફરિયાદ નોધાઇ છે તેવા આરોપી સાગર ફૂલતરિયા તેમજ શાંતાબેન નામની મહિલાની શોધખોળ સહિતની તપાસ માટે કોર્ટમાં બન્ને આરોપીના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા આજે કોર્ટે બન્નેના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે
ઉલ્લેખનીય છે સમગ્ર કૌભાડમાં જેની સામે ફરિયાદ નોધાઇ છે તે સાગર ફૂલતરિયાના વકીલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી મુકવામાં આવી હતી જે અરજી હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે જેથી આ કેસમાં નજીકના ભવિષ્યમાં વધુ ધરપકડ થાય અને નવા ફણગા ફૂટે તેવી શક્યતા સેવાઈ રહી છે

