મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબી-વાંકાનેર દરવાજા નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતો કિશન ઉર્ફે અજય રમેશભાઈ ગોહેલને કુલ રૂ.- 2200ના મળેલ મુદામાલ સાથે પકડી લઇ પોલીસે તેના વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

