મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને મળેલ બાતમી આધારે મોરબી મચ્છુ નદીના બેઠા પુલ પાસે આવેલ ખાખરેચી દરવાજા પાસેથી એક ઇસમ હિરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈક સાથે દેખાતા શંકાસ્પદ મળી આવેલ હોય જેથી આરોપી પાસે મળી આવેલ સ્પ્લેન્ડર બાઈક બાબતે ઈસમની પુછપરછ કરતા પોતે આ બાઈક તથા બીજુ એક ડ્રીમયુગા મોટર સાયકલ તેને મોરબી શહેરમાંથી ચોરેલ હોય અને બન્ને બાઈક તેની પાસે હોય જેથી આ તેની પાસે રહેલ હિરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈક તથા બીજુ ચોરેલ બાઈક ડ્રીમ યુગા મોટર સાયકલ બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ બન્ને બાઈકો જે મોરબી સીટી એ-ડીવીઝન વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનું સામે આવ્યું હતું.
તેમજ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ પ્રોહી કલમ 66(1)બી, 81(1) અને જી.પી. એક્ટ કલમ 122(સી) તથા બી.એન.એસ. કલમ 303(2) મુજબ ગુનાઓ રજીસ્ટર થયેલ હોય જેથી આરોપી પાસેથી મળી આવેલ બન્ને બાઈકો કબ્જે કરી ઇસમ મુસ્તાકભાઇ અબ્દુલભાઇ ચાનીયા રહે. મોરબી કાલીકા પ્લોટ તા.જી. મોરબીવાળાને પકડી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

