HomeGujaratમોરબી અને વાંકાનેરમાં માર્ગ મકાન વિભાગ હસ્તકના રૂ.- 471 કરોડના 5 મહત્વના...

મોરબી અને વાંકાનેરમાં માર્ગ મકાન વિભાગ હસ્તકના રૂ.- 471 કરોડના 5 મહત્વના પ્રોજેક્ટની કામગીરી મંથર ગતિએ ચાલતા વાહન ચાલકો બેહાલ

રાજ્ય સરકાર દ્વારા વિકાસ કામની ગતિ ઝડપી હોવાના અને સમયસર પુરા થતા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, જોકે આ પ્રોજેક્ટ કેટલી ઝડપથી અને કેટલી ગુણવતાવાળા છે તે તો જે તે વિસ્તારના નાગરિકો જાણે છે મોરબીમાં મંથર ગતિએ ચાલતા કામ તેની સમય મર્યાદામાં પૂર્ણ થશે કે કેમ તે મોટા સવાલ છે કારણ કે, મોરબી જિલ્લા માર્ગ મકાન વિભાગ હસ્તકના હાલ મોટા કહી શકાય તેવા 471 કરોડના રોડ અને બ્રીજના 5 કામ ચાલી રહ્યા છે. જેમાંથી 4 કામ એવા છે જેનો વર્ક ઓર્ડર વર્ષ 2022માં આપવામાં આવ્યો હતો. હાલ 2025નું વર્ષ અડધુ વીતી જવા છતાં એક પણ પ્રોજેક્ટ 100 ટકા પુરા થયા નથી એક બે પ્રોજેક્ટ તો એટલા ધીમા છે કે હજુ 50થી 55 ટકા કામગીરી પૂર્ણ થઇ છે.

પ્રોજેક્ટ 1:-

મોરબી શહેરના પ્રવેશ દ્વાર સમાન મહેન્દ્રનગર ચોકડી કે જ્યાંથી હળવદ તરફથી આવતા જતા તેમજ પીપળી તરફ આવતા જતા વાહનો એક સ્થળે ભેગા થઇ રહ્યા છે એક તરફ ચોમાસાનો સમય છે અને વરસાદી પાણી ભરાવવાના કારણે આ બ્રીજ પાસે કામગીરી અધુરી હોવાથી રસ્તાની હાલત અત્યંત દયનીય છે. દિવસ રાત ટ્રાફિક જામની સમસ્યા ઉભી રહે છે. 22 ફેબ્રુઆરી 2022થી શરુ કરવામાં આવ્યું હતું અને આ બ્રીજની કામગીરી માટે જે તે સમયે 80 કરોડ  જેટલી રકમ ફાળવી હતી અને આ બ્રીજ 28 નવેમ્બર 2026 પહેલા પૂર્ણ કરવાનો છે, જોકે લગભગ ત્રણ વર્ષ કરતા પણ વધારે સમય થવા છતાં હજુ 50 ટકા જેટલી જ કામગીરી પૂર્ણ થઇ છે અને બ્રીજની લંબાઈ વધારો કરવા માગેલી મંજુરી રાજ્ય સરકારના માર્ગ મકાન તેમજ અન્ય વિભાગ તરફથી ન મળતા છેલ્લા ઘણા સમયથી કામગીરી પણ બંધ છે. જેના કારણે સ્થિતિ કફોડી બની છે. આ બ્રીજની કામગીરી હજુ પણ બંધ રહેશે તો નક્કી થયેલ ડેડ લાઈન પહેંલા કામગીરી પૂર્ણ થવાની કોઈ શક્યતા નથી. જેના કારણે ભવિષ્યમાં જે કામ 80 કરોડમાં થવાની શક્યતા હતી તેનું બજેટ વધી જશે અને તેનો બોજો જનતા પર આવશે અને જ્યાં સુધી કામગીરી અટકેલી છે ત્યાં સુધી લોકોને હેરાનગતી થશે તેમાં કોઈ સવાલ નથી.

પ્રોજેક્ટ 2:-

મોરબી પીપળી ફોરલેન હાઇવે ની ડેડ લાઈન 31 જુન 2025માં પૂર્ણ થઇ રહી છે અને 25 જુન સુધીમાં તેની કામગીરી  કામગીરી 100 ટકા પૂર્ણ થઇ નથી. 190 કરોડના ખર્ચે મંજુર થયેલા 27 કિમી લાંબા અને 10 મિટર પહોળાઈ બનાવવાની કામગીરી 17-ઓક્ટોબર 2022માં શરુ થઇ હતી. જેની ડેડ લાઈન ને હવે બે દિવસ જેટલો સમય બાકી છે તેમ છતાં ફીનીસીંગ વર્ક નાની મોટી કામગીરી હજુ બાકી છે.

પ્રોજેક્ટ 3:-

મોરબી હળવદ રોડની વાત કરીએ તો આ રોડ 42 કિમી લંબાઈ અને 10 મીટર પહોળાઈ ધરાવતા રોડ ની કામગીરી પણ 17-10-2022 થી શરુ થી હતી અને આ રોડની કામગીરી 31 ઓગસ્ટ પહેલા પૂર્ણ કરવાની છે અઢી વર્ષ કરતા પણ વધારે સમય વીતી જવા છતાં હજુ 88 ટકા જેટલી જ કામગીરી પૂર્ણ થઇ છે અને આગામી બે મહિનામાં આ રોડની ડેડલાઇન પણ પૂર્ણ થઇ જશે. ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહન પસાર થઇ રહ્યા છે અને બન્ને રોડ સમયસર પૂર્ણ કરવા એજન્સીઓને પુરતો સમય આપવામાં આવ્યો હોવા છતાં હજુ 100 ટકા કામગીરી પૂરી કરી શક્યા નથી. જેના કારણે વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

પ્રોજેક્ટ 4:-

આવી હાલત મોરબીની મધ્યમાં નટરાજ ફાટક પાસે બની રહેલા બ્રીજ ની છે, અત્યંત ધીમી ગતિએ ચાલતા આ કામથી એક તરફ આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાએ ભયંકર માથું ઉચક્યું છે તો બીજી તરફ સર્વિસ રોડ પરની અપૂરતી સુવિધાએ અકસ્માતનું જોખમ પણ વધાર્યું છે. 80 કરોડના ખર્ચે બનનારા આ બ્રીજ ની કામગીરી 14 ડીસેમ્બર 2022થી શરુ કરવામાં આવી છે અને 13 ફેબ્રુઆરી 2026માં પૂર્ણ કરવાનો છે. આ બ્રીજની કામગીરી જે ગતિએ ચાલી રહી છે તે જોતા સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થશે કે કેમ તે સવાલ ઉભા થયા છે કારણ કે, 1200 મીટર લાંબા આ બ્રીજની કામગીરી લગભગ અઢી વર્ષમાં માત્ર 52 ટકા થઇ છે.

પ્રોજેક્ટ 5:-

વાંકાનેર બાયપાસ પાસે બની રહેલા બ્રીજનું કામગીરીતો થોડા દિવસ પહેલા આંખે ઉડીને વળગે તેવું છે. માર્ગ મકાન વિભાગ દ્વારા 2.81 કરોડના ખર્ચે તૈયાર થનારા બ્રીજનું કામ કોન્ટ્રાકટરને 21 ફેબ્રુઆરીના રોજ આપ્યું હતું અને 6 મહિનામાં એટલે કે 21 સપ્ટેમ્બર 2025માં પૂર્ણ કરીને આપવાનું હતું. જોકે ત્રણ મહિના જેટલો સમય થવા છતાં હજુ 25 ટકા જ કામગીરી થઇ છે અને બ્રીજ માટે મહત્વના તમામ કામગીરી બાકી છે ત્યારે આ કામગીરી સમય મર્યાદામાં ક્યારે પૂર્ણ થશે તેનું સ્ટ્રેન્થ ટેસ્ટ ક્યારે થશે બાકીની તમામ કામગીરી ક્યારે થશે તેવા પણ સવાલ ઉઠ્યા છે.

માર્ગ મકાન વિભાગ મોરબી સબ ડીવીઝન હસ્તકના રોડ અને બ્રીજની વાત કરીએ તો પીપળી રોડનું કામ મોટાભાગે પૂર્ણ થઇ ગયું છે. બાકીનું કામ ઝડપથી પૂર્ણ કરી દેવાશે આ હળવદ રોડનું હવે એક મહિના સુધીમાં પૂર્ણ થઇ જશે. નટરાજ ફાટક બ્રીજની કામગીરી હાલ ઝડપી ચાલી રહી છે. રેલ્વે ક્રોસિંગ પાસેના બ્રીજ માટે રેલ્વેની મંજુરી બાકી છે. રેલ્વેની મંજુરી આવે તે પહેલા બાકીનું કામ પૂર્ણ કરી દેવાશે. આ કામગીરીમાં લોકોને વધુ સમય મુશ્કેલી નહી થાય મહેન્દ્ર નગર ચોકડી બ્રિજ નો પ્રશ્ન અમારી વડી કચેરીથી અટકેલો છે, ત્યાંથી મંજુરી મળે કામગીરી શરુ કરી દેવાશે તેમ માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશભાઈ આદ્રોજાએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW