હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે ઢવાણા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા રસીકભાઈ ઉર્ફે ભેણીયો મોહનભાઈ તલસાણીયા, અશોકભાઈ ઉર્ફે વીજળી ઓધડભાઈ સારદીયા, રસીકભાઈ ઉર્ફે ગીધો વેલાભાઇ દુધરેજીયા અને ધીરુભાઈ બચુભાઈ સોરઠીયા નામના ચાર શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. તેમજ રેડ દરમિયાન રોકડ રૂ.- 12,400 અને રેડ દરમિયાન ઘટના સ્થળેથી નાસી જનાર પાંચ શખ્સોના GJ-36-Q-0296, GJ-36-AB-5642, GJ-36-AB-3577, GJ-36-H-2210 અને GJ-36-E-3033 નંબરના બાઈક કબ્જે લઇ કુલ રૂ.- 1,12,400ના મળેલ મુદમાલને પોલીસે કબ્જે કર્યો હતો. આ તમામ આરોપી વિરુદ્ધ પોલીસે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

