મોરબી એલસીબીની ટીમને બાતમી મળી હતી કે શહેર ના કર્મયોગી સોસાયટીના સિલ્વર ગુડ એપાર્ટમેન્ટમાં કેટલાક કેટલાક લોકો જુગાર રમતા હોય અને આ બાતમી આધારે એલસીબીની ટીમે ભાવેશભાઈ પ્રવીણભાઈ કાસુન્દ્રાના મકાનમાં પાડ્યો હતો અને જુગાર રમતા ભાવેશ પ્રવીણ કાસુન્દ્રા,મૌલિક પ્રદીપભાઈ વિરમગામા હસમુખ રણછોડ વરમોરા લીલાબેન આનંદભાઈ મહાલીયા, હંસાબેન કિશોરભાઈ ગૌસ્વામી,વીણાબેન જયંતીભાઈ મેરજા મનીષાબેન ચંદુભાઈ માકડિયા તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસના મહિલા સેલના પ્રમુખ દમયંતીબેન જયેન્દ્રભાઈ નિરંજનીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રોકડ રૂ 85 900 અને જુગાર સાહિત્ય જપ્ત કર્યું હતું બનાવ અંગે એલસીબીની ટીમે e ડીવીઝન પોલીસ મથકમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

