હળવદ તાલુકાના 8 ગ્રામ પંચાયતની ચુંટણી પરીણામ આજે જાહેર કરવામાં આવ્યાં છે. વહેલી સવારથી મોડેલ સ્કુલમાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઇસનપુર રંજનબા રાજેન્દ્રસિંહ ઝાલા, નવા વેગડવાવ ધનજીભાઈ બાવલભાઈ કણજારીયા, ઈશ્વર નગર રૂપલબેન રાજેશભાઈ પરમાર, રાયસંગપુર અંબારામભાઈ ઉકાભાઇ જાંબુકિયા, શિવપુર ગણેશભાઈ બચુભાઈ વાધોડીયા, મંગળપુર રાજેશભાઈ ધીરાભાઈ નગવાડીયા અને વેગડવાવ મીરાબા યોગેશદાન ગઢવી વિજેતા સરપંચ તરીકે જાહેર થયા હતા. જેમાં રાયસંગપુર અને રાણેકપર ગામે સરપંચની ચૂંટણી હતી જ્યારે અન્ય ગામોમાં તમામ સદસ્યો અને સરપંચની ચૂંટણી હતી.

