માળીયા તાલુકાની માલાણી શેરીમાં રહેતા મુસ્કાનબેન આસ્વાદભાઈ જામ નામની મહિલાએ ગઈકાલના રોજ કોઈ પણ કારણસર પોતાના પીયર હાજીભાઈના ઘરે ગળેફાંસો ખાઇ જતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવી હતી. આ મામલે માળીયા તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

