મોરબી મહાનગર પલિકા બન્યા બાદ ધીમે ધીમે શહેરના વિકાસની ગાડી પાટે ચઢી રહી હોય તેમ લાગી રહ્યું છે મનપા દ્વારા લાંબા સમયથી પેન્ડીંગ વિકાસ કામ હાથમાં લઇ શહેરીજનોની સુવિધા વધારવા પ્રયાસ શરુ કર્યા છે જોકે શહેરના નવા ભળેલા વિસ્તાર તેમજ સીટી વિસ્તારના આયોજન બદ્ધ વિકાસ માટે DP અને ટિપ્પણી TP રચના જરૂરી છે જોકે આ રચના અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી રચના જરૂરી છે જોકે લાંબા સમયથી શહેરી વિકાસ અને શહેરી હાઉસિંગ વિભાગ દ્વારા તેની બોડીની રચના તેમજ મનપા અને તેની હદ અંગે નું કોઈ નોટિફિકેશન ન આવતા આ કામગીરી અટકી પડી હતી જોકે મનપા બન્યા ના 6 મહિના જેટલા સમય થયા બાદ આજે શહેરી વિકાસ અને શહેરી હાઉસિંગ વિભાગ દ્વારા મોરબી વાકાનેર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીની બોડીની રચના અને તેના વિસ્તાર અંગેનું નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે
આ મવડાના ચેરમેન તરીકે મોરબી જિલ્લા કલેકટરને જવાબદારી સોપવામાં આવી છે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે તેવા 4 લોકલ સભ્ય હશે આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશ્નર, ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ ઓફિસર. મ્યુનિસિપાલીટીના રીઝનલ કમિશ્નર શહેરી વિકાસ વિભાગના જોઈન્ટ સેક્રેટરી (કોર્પોરેશન વિભાગ) જિલ્લા પંચાયત પ્રમુખ ચીફ ટાઉન પ્લાનર,કોર્પોરેશનના ચીફ ઈજનેર તેમજ મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નરનો સમાવેશ કરવામાં આવ્યો છે
મવડાના હદ વિસ્તારમાં હાલ મોરબી શહેર ઉપરાંત નવી ભળેલી પંચાયત રવાપર,લીલાપર,શનાળા, નાની વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ઇન્દિરાનગર ભડિયાદ, જવાહરનગર,માળિયા વનાળીયા,ત્રાજપરસહિતના ગામનો પણ સમાવેશ કરાયો છે
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ નોટિફિકેશન જાહેર થયા ના ૧૨ મહિના દરમિયાન મવડા હદ વિસ્તારના ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવા પણ સુચના આપવામાં આવી છે

