HomeGujaratમોરબીના હાર્દ બાપોદરીયા નામના વિધાર્થીએ ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ (ડેડલિફ્ટ) સ્પર્ધામાં સિલ્વર મેડલ...

મોરબીના હાર્દ બાપોદરીયા નામના વિધાર્થીએ ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ (ડેડલિફ્ટ) સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો

તાજેતરમાં રાજકોટ ખાતે ઓપન ગુજરાત કેસરી પાવરલિફ્ટિંગ 2025 સ્પર્ધાનું તા.- 22/06/2025ના રોજ આયોજન   કરવામાં આવ્યું હતું. જેમાં મુળ ટીંકર(રણ)– મોરબીના હાર્દ ક્રિપાલભાઇ બાપોદરીયા એ જે મોરબીની નાલંદા વિધાલયમાં ધોરણ 4માં અભ્યાસ કરે છે, જેને ગુજરાત કેસરી પાવરલિફ્ટિંગ 2025 સ્પર્ધામાં બીજો નંબર મેળવીને સિલ્વર મેડલ જીત્યો છે અને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

માત્ર 8 વર્ષની ઉંમરના હાર્દ બાપોદરીયાએ રાજ્યકક્ષાની ગુજરાત કેસરી પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. મહત્વનું છે કે, 8 વર્ષના હાર્દ બાપોદરિયાના શરીરનું વજન 39 કિલો છે. જ્યારે તેણે આ સ્પર્ધામાં 65 કિલો ડેડલિફ્ટ કરીને સિલ્વર મેડલ જીતી લીધો છે. આ સિદ્ધિ બદલ હાર્દ એ  સમગ્ર ગુજરાત અને મોરબીનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કરેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW