HomeGujaratઅંતે મનપાએ લાતીપ્લોટ વિસ્તારમાં લીપાપોતી શરુ કરી તંત્રે કપચી નાખી સમતળ કરવા...

અંતે મનપાએ લાતીપ્લોટ વિસ્તારમાં લીપાપોતી શરુ કરી તંત્રે કપચી નાખી સમતળ કરવા કર્યો પ્રયાસ

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં વરસાદ બાદ જાણે આકાશ માંથી આફત વરસી હોય તેવી સ્થિતિ બની હતી. આ વિસ્તારમાં તમામ કાચા રોડમાં પાની ફસાતા રીતસરનો આખો વિસ્તાર રબડીમાં તરબતર થઇ ગયો હતો અને તેમાં વાહનો ફસાયા હતા. વેપારીઓની હાલાકી બાદ આજે મનપા તંત્રે મેટલ અને કપચી પાથરી કામ ચલાઉ રોડ બનાવ્યો હતો. હવે આ કામ ચલાઉ રોડથી કેટલો સમય કામ ચાલશે?  અને કેટલો સમય રાહત મળશે ? તે આવનાર સમય કહેશે

સોમવારે ચોમાસાના પ્રથમ વરસાદમાં એક તરફ લોકોમાટે ખુશીની લ્હેર છવાઈ હતી તો બીજી તરફ મોરબી શહેરના ઇન્ડસ્ટ્રીયલ ઝોન સમાન લાતી પ્લોટમાં જાણે આભમાંથી પાણીની સાથે મુસીબત પણ વરસી હોય તેવી સ્થિતિ બની હતી કારણ કે, વરસાદી પાણીના કારણે કીચડનું સામ્રાજ્ય છવાયું હતું આટલું ઓછું હોય તેમ અગાઉ આ વિસ્તારમાં ભુર્ગર્ભ ગટરના કામ બાદ રોડનું કામ બાકી હોવાથી માટી ભીની થવાના કારણે અંદર બેસી ગઈ હતી અને તેમાં વાહનો ફસાયા હતા આખા દિવસ દરમિયાન જેટલા પણ વાહનો આવતા હતા તે ફસાયા હતા હાલત એટલી ખરાબ હતી કે વાહન કાઢવા આવેલા ક્રેન પણ ફસાઈ ગયા હતા.

લોકોની સમસ્યા વધતા ડેપ્યુટી કમિશ્નર સંજય કુમાર સોની ઘટના સ્થળે પહોચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ વરસાદ વિરામ બાદ આ રોડ પર કપચી અને મેડલ નાખી કામ ચલાઉ રોડ બનાવવાની ખાતરી આપી હતી. જે બાદ મનપાની ટીમ માલ સામગ્રી સાથે આવી પહોચી હતી અને આ રોડ રીપેરીંગ કામ શરુ કર્યા હતા હાલ મનપા દ્વારા આ વિસ્તારમાં કામ ચલાઉ રીપેરીંગ કામ કર્યું છે આગામી દિવસમાં આ રોડ કેટલો સમય ચાલે છે અને વેપારીઓને કેટલો સમય રાહત રહેશે તે આવનાર સમય જણાવશે.
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW