રાજ્ય સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની સહાયલક્ષી યોજના ‘કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ’ નવી બાબત હેઠળ રાજ્યના ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ મેળવી શકે તે માટે આગામી તારીખ ૦૨/૦૭/૨૦૨૫ સુધી દરેક ખેડૂતો માટે આઇ–ખેડૂત પોર્ટલ ૨.૦ (http// ikhedut. gujarat.gov.in) ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
બાગાયતદારોને ઉપરોક્ત ઘટકોમાં સહાય લેવા માટે ખેડૂત પોર્ટલ ૨.૦ ( http//ikhedut.gujarat.gov.in) પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬–૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે રજૂ કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકે જણાવ્યું છે

