HomeGujaratમોરબીમાં સ્ટેટ મોનિટરીંગ સેલના ડીવાયએસપીના નામે ત્રણ શખ્સોએ કોલસાના વેપારીને ધમકાવી 30...

મોરબીમાં સ્ટેટ મોનિટરીંગ સેલના ડીવાયએસપીના નામે ત્રણ શખ્સોએ કોલસાના વેપારીને ધમકાવી 30 હજાર પડાવ્યા

મોરબીમાં કોલસાના વેપાર સાથે સંકળાયેલા યુવાન સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. અમિતકુમાર વરમોરાએ કોલસાનો માલ મેળવવા દિલીપભાઈ જીવાણીને 23 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા. જીવાણીએ માત્ર 12 લાખનો માલ પૂરો પાડ્યો હતો. વરમોરાએ બાકીના 10.69 લાખ રૂપિયાની માંગણી કરતા જીવાણીએ તેના મિત્ર હિતેશભાઈ કામરીયા પાસે ડીવાયએસપી તરીકે ફોન કરાવ્યો હતો. કામરીયાએ વરમોરાને ધમકાવીને પ્રશ્ન ઉકેલવાના બહાને 30 હજાર રૂપિયા પડાવ્યા. આ રકમ હિમાંશુ ભટ્ટના મોબાઈલ નંબર પર ગૂગલ-પે દ્વારા મોકલવામાં આવી હતી. વધુમાં ફરિયાદી પાસેથી મળેલ માહિતી મુજબ, જે શખ્સે ડીવાયએસપી કામરિયાના નામે તેણે ફોન કર્યો હતો. તે હિતેશ કામરિયા નિવૃત એસપી કે.ટી. કામરિયાને કુટુંબમાં દૂરનો ભત્રીજો થાય છે અને ડીવાયએસપીનું નામ લઈને તેની પાસેથી 30 હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા. જેથી યુવાને અહીના નેતાને તેમજ ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી.

જે બાદ મોરબી બી-ડિવિઝન પોલીસે વરમોરાની ફરિયાદના આધારે દિલીપભાઈ જીવાણી, હિતેશભાઈ કામરીયા અને હિમાંશુ ભટ્ટ સામે આઈપીસી કલમ 419, 170 અને 114 હેઠળ ગુનો નોંધ્યો છે. પીઆઈ એન.એ.વસાવાના નેતૃત્વમાં આરોપીઓની ધરપકડ માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW