HomeGujaratટંકારાના હરબટીયાળી ગામે પાણીની પાઈપલાઈન બાબતે બે પક્ષો વચ્ચે મારામારી

ટંકારાના હરબટીયાળી ગામે પાણીની પાઈપલાઈન બાબતે બે પક્ષો વચ્ચે મારામારી

મૂળ ટંકારાના હરબટીયાળી ગામના વતની અને હાલ રાજકોટના સેટેલાઈટ ચોકમાં ઇન્દ્રપ્રસ્થ-02 શેરી નં- 04માં રહેતા કિર્તીભાઈ ટપુભાઈ સંધાણીએ આરોપી પંકજભાઇ ખીમજીભાઇ સંધાણી, રજનીકાંતભાઇ ખીમજીભાઇ સંધાણી અને કલ્પેશભાઇ ખીમજીભાઇ સંધાણી રહે.બધા હરબટીયાળી ગામવાળા વિરૂદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, કીર્તિભાઈનો કુટુંબીક ભાઇ ખુશાલભાઇની પાણીની પાઇપલાઇન આ આરોપીઓ ખોદકામ કરી કાપતા હોય જેથી ખુશાલભાઇએ ખોદકામ કરવાની ના પાડતા આરોપીઓને સારૂ ન લાગતા આરોપીઓએ ખુશાલભાઇ તથા નૈાતમભાઇ સાથે બોલાચાલી ઝધડો કરી ઢીકા પાટુનો માર મારતા ફરી છોડાવા જતા આરોપીએ પથ્થરનો છુટ્ટો ઘા મારી ઇજા કરી ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે સામા પક્ષે મૂળ ટંકારાના હરબટીયાળી ગામના વતની અને હાલ રાજકોટ મવડી ચોકડી આદર્શ એવન્યુ સોસાયટીમાં રહેતા રજનીકાંતભાઈ ખીમજીભાઈ સંધાણીએ આરોપી ખુશાલભાઇ જેઠાભાઇ સંઘાણી, નૈાતમભાઇ ટપુભાઇ સંઘાણી અને કિર્તીભાઇ ટપુભાઇ સંઘાણી રહે. ત્રણેય હરબટીયાળી ગામવાળા વિરૂદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી તથા સાથી પંકજને પોતાની વાડીએ જતા પોતાની વાડીમાંથી ખુશાલભાઇની પાણીની પાઇપલાઇન નીકળતી હોય જે કાઢવાની હોય પરંતુ કાઢેલ નહી અને પંકજ ચાલીને બીજી વાડીએ જતો હતો. ત્યારે રસ્તામાં આરોપીએ ફરીયાદી સાથે તથા પંકજભાઇ સાથે બોલાચાલી ગાળાગાળી તેમજ છુટાહાથની મારામારી કરી તેમજ લાકડી વતી ફરીયાદીને તથા સાથી પંકજને મારમારતા મુંઢ ઇજા કરી હતી.

આ બનાવ અંગે ટંકારા પોલીસે બંને પક્ષોની ફરિયાદ આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW