HomeGujaratકેનાલમાં પાણી છોડાઈ ગયું હોવા છતાં ખેડૂતોના નામે કોંગ્રેસે કર્યું નર્યું નાટક...

કેનાલમાં પાણી છોડાઈ ગયું હોવા છતાં ખેડૂતોના નામે કોંગ્રેસે કર્યું નર્યું નાટક ,હળવદ માળિયા હાઈવે જામ કરીને વાહન ચાલકોને કર્યા પરેશાન

હળવદ-માળિયા અને મોરબીની જુદી જુદી કેનાલમાં સિંચાઈ માટે પાણી આપવાની માગ સાથે કોંગ્રેસ દ્વારા હળવદ માળિયા હાઈવે ચક્કાજામ કરવાનો મેસેજ વાયરલ કરાયો હતો અને આ મેસેજમાં કોંગ્રસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નર્મદા નિગમ દ્વારા કેનાલમાં સમયસર પાણી ન છોડતા ખેડૂતો સમયસર વાવેતર કરી શકતા નથી જો તા.5 સુધીમાં પાણી નહી છોડાય તો ખેડૂતોને સાથે રાખી આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી જોકે આ બાબતે મોરબી માળિયાના ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ ખેડૂતોના નામે કોંગ્રેસને રાજકારણ ન કરવા તાકીદ કરી હતી અને વિડીયોમાં જણાવ્યું હતું કે કેનાલની મુલાકાત લો અને વાસ્તવિક પરિસ્થિતિ જાણો સુરેન્દ્રનગર ઢાકી સંપથી નર્મદાનું પાણી માળિયા બ્રાંચ અને ધ્રાંગધ્રા તેમજ મોરબી બ્રાન્ચમાં છોડી દેવામાં આવ્યું છે બ્રાહ્મણી ડેમ ભરાઈ જાય એટલે કેનાલમાં પાણી છોડવામાં આવશે માળિયા બ્રાંચ કેનાલનું છેવાડાના ગામ સુધી પાણી પહોચી ગયું છે અને મચ્છુ ડેમમાં પાણી વધારે છોડવાની સુચના આપી છે અને કોગ્રેસને આડે હાથ લીધી હતી ત્યાર બાદ હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્યએ પ્રકાશ વરમોરાએ પણ વિડીયો જાહેર કરી લોકોને પાણીની મુશ્કેલી નહી પડે તેવું આશ્વાસન આપ્યું હતું આ બધા વચ્ચે ગત કાલે તા 5 ની મોડી રાતે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે અને છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોચાડવા તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હોવા છતાં આંદોલન નો મેસેજ કરાયા બાદ કોંગ્રેસના હાથમાંથી બાજી સરકી ગઈ હતી અને પાણી કેનાલમાં છોડાયા હોવાથી કોંગ્રેસ પાસે નાટક કરવા સિવાય વિકલ્પ બચ્યો ન હતો જેથી કરીને આજે હળવદ માળિયા હાઈવે પર મીનીટોનું ચક્કાજામ કરી નાટક કર્યું હતું અને મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા પરંતુ પ્રસીદ્દ્ધી ભૂખ્યા નેતાઓને પગલે વાહન ચાલકો થોડી વાર માટે અટવાયા હ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW