HomeGujaratમોરબી જિલ્લાની 10 સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવાશે

મોરબી જિલ્લાની 10 સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવાશે

શહેરીકરણના કારણે સતત વધી રહેલા કાર્બન ઉત્સર્જનના કારણે ઋતુ ચક્ર અનિયમિત થઈ રહ્યું છે તો વરસાદી સિસ્ટમ પણ અનિયમિત થઈ ચૂકી છે બીજી તરફ શહેરની જેમ  ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે જળ સ્તર સતત ઉંડું જઈ રહ્યું છે અને આ કારણે ભવિષ્યમાં પાણીની સમસ્યા પણ ગંભીર બની શકે છે આવી સ્થિતિમાં વરસાદી પાણીનો સંગ્રહ અને તેના થકી જળ સ્તર વધારો કરવો જરૂરી છે અને આ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સૌથી કારગત ઉપાય છે ઘર શાળા કે સરકારી કચેરીની છત ચોમાસા દરમિયાન એકઠું થતું પાણી વહી જવાના બદલે  સીધું જમીનમાં ઉતારવાની આ પદ્ધતિથી ભવિષ્યની જળ કટોકટી થી બચી શકાય તેમ છે.
 મોરબી જિલ્લા પંચાયતના ડી આર ડી એ શાખા મનરેગા યોજના અંતર્ગત પ્રાયોગિક ધોરણે એક તાલુકાની બે શાળા એમ કુલ 10 શાળામાં આ સિસ્ટમ લગાવાશે અને તેના માટે એક પ્રોજેક્ટ દીઠ 60 હજારથી શરૂ કરી શાળાની જગ્યા સિસ્ટમ મુજબ પ્રોજેક્ટ લાગુ પડશે હાલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે 10 શાળામાં કામગીરી થશે બાદમાં ધીમે ધીમે આગળ વધારો થશે અને ધીમે ધીમે શાળાઓની જગ્યા પાણી સંગ્રહની સ્થિતિ વગેરે બાબતોની તપાસ બાદ આગળ વધારો થશે.
 મોરબી જીલ્લા ની વિવિધ સરકારી શાળાઓમાં આવી સિસ્ટમ લગાવવાનું આયોજન થઈ રહ્યું છે અને તેના માટે મોરબી જિલ્લાના સર્વ શિક્ષા અભિયાન (SSA) વિભાગ થકી જે શાળામાં જગ્યા ઉપલબ્ધ હોય તેવી શાળાની વિગત મગાવવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાની કુલ 214 જેટલી શાળાઓની યાદી મળી છેઆ શાળાઓમા આગામી સમયમાં સર્વે કરવામાં આવશે અને તે શાળામાં આ સિસ્ટમ લગાવવા પૂરતી જગ્યા છે કે કેમ તેમજ ટેક્નિકલ બાબતની તપાસ કરી પ્લાનિંગ એસ્ટીમેટ તૈયાર થશે અને ઉચ્ચ કચેરી ખાતે તેની મંજૂરીની પ્રકિયા હાથ ધરવામાં આવશે .
મોરબી જિલ્લાની 3 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વરસાદી પાણીનો વેડફાટ ન થાય જળ સ્તર વધારો થાય તેમજ આ પાણીનો સદ ઉપયોગ કરવાના ઉદ્દેશ થી જિલ્લા શિક્ષણ અધિકારી  કમલેશ મોતા ના માર્ગ દર્શનમાં હળવદ તાલુકાની બે માધ્યમિક શાળા તેમજ મોરબી તાલુકાની એક શાળામાં આ સિસ્ટમ લગાવવાનું આયોજન થઈ રહ્યું છે
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW