મોરબીમાં જિલ્લાની વિવિધ સરકારી કચેરીમાં ઝડપી અને ચોક્કસાઈ મુજબ કામગીરી થાય તેમજ પેપર લેસ કામગીરી માટે સરકાર દ્વારા કચેરીમાં કોમ્પ્યુર ફાળવવામાં આવે છે. જોકે સરકારી કચેરીમાં અનેક વખતે કર્મચારી મૂળ કામગીરી કરવાના બદલે તેનો દુરપયોગ કરતા હોય જેમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવો, બિન ઉપયોગી વિડીયો જોવા ગેમ રમવા સહિતની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે બીજી તરફ કોઈ કામ માટે આવતા કર્મચારી આ બાબતે તંત્ર દ્વારા કોઈ નક્કર એક્શન લેવામાં આવતા ન હોવાના કારણે આવા તેવી ઘટના બનતી હોય છે મોરબી જિલ્લાની ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીમાં આવો જ એક કર્મચારી ચાલુ ફરજે મૂળ કામગીરી બાજુમાં મૂકીને તેના કોમ્પ્યુટર પર સોશ્યલ મીડિયા પર વિડીયો જોતો હોય તેવી ઘટના સામે આવી છે આ કચેરીમાં જિલ્લા ડ્રગ્સ ઓફિસર ચાર્જથી ચાલતી હોય છે અને પરિણામે તેઓ સપ્તાહમાં ક્યારેક આવતા હોય જેના કારણે જાણે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીમાં રામ રાજ હોય તેવી પરિસ્થિતિ બની ગઈ છે
અગાઉ થયેલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી ના અહેવાલ બાબતે અવાર નવાર ટેલીફોનીક અને રૂબરૂ માહિતી માગવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ કચેરી દ્વારા ગલ્લા તલ્લા કરી જવાબ આપવાનું ટાળ્યું હતું વધુમાં કામગીરી નો બોજ વધુ હોય ફૂડ ઇન્સ્પેકટરની બદલી થઇ હોય અને નવા અધીકારી આવેલા ન હોવાથી માહિતી નહી હોવાનું કહી જવાબ આપવાનું ટાળ્યું હતું પરંતુ વાસ્તવિકતા ચકાસણી કરતા કર્મચારીઓના કમ્પ્યુટર પર યુ ટ્યુબ પર ફિલ્મ જોવાતું હોય તેવું સામે આવ્યુ છે ત્યારે કચેરીના સમયે પણ અધિકારીઓ નકામાં વિડીયો જોવાનો સમય કાઢે છે પરંતુ કામગીરીના અહેવાલની માહિતી આપવાનો સમય ન હોય તેવું લાગે છે

