HomeGujaratમોરબી જીલ્લામાં બનેલ ત્રણ અપમુત્યુના બનાવમાં ત્રણના મોત

મોરબી જીલ્લામાં બનેલ ત્રણ અપમુત્યુના બનાવમાં ત્રણના મોત

મોરબીના નાની વાવડીમાં આવેલ શિવગંગા સોસાયટીમાં રહેતા જયદીપભાઈ કિશોરભાઈ હાડા નામના યુવાનને ગઈકાલના રોજ છાતીમાં દુખાવો ઉપડતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના રૂપાવટી ગામની સીમમાં આવેલ વેલારી ભેખડ નામની નદી પાસે મચ્છુ-1 ડેમનાં પાણીમાં ઉ.વ.30થી 40 વર્ષનો કોઈ અજાણ્યો ઇસમ પડવાથી ડુબી જતા તેનું મોત નીપજ્યું હતું. આ બાબતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે એડી નોધ કરી છે.

વાંકાનેરના રંગપર ગામે રહેતા અને મૂળ એમપીના વતની માવજીભાઈ માનસિંગ કતીજા નામનો યુવાન ગત તા.-31/05/2025ના રોજ રંગપર ગામની વાડીમાં સુતો હોય તે દરમિયાન સાપ કરડતા પ્રથમ સારવારમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વાંકનેર તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW