મોરબી શહેરના અલગ અલગ વિસ્તારના રોડ રસ્તા અત્યંત જર્જરિત હાલતમાં થઇ ગયા છે કેટલાક રોડ એવા છે કે જ્યાં ડામરનું નામો નિશાન પણ ગાયબ થઈ ગયું છે આવા રોડ રીપેર કરવાની માંગણી વધી રહી છે ત્યારે મોરબી મનપા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારના 8 રોડના કામ મંજુર કર્યા છે આ રોડ માં લીલાપર રોડને પહોળો કરી ડામર રોડ બનાવવા,કન્યા છાત્રાલય રોડથી બાયપાસ સુધી સીસી રોડ,વર્ધમાન એપાર્ટમેન્ટથી આલાપ રોડ,માધાપર મેઈન રોડ,વીસી ફાટકથી અમરેલીને જોડતો રોડ,વેલનાથ ચોકથી નેશનલ હાઈવે રોડ અને નટરાજ ફાટક થી એલ ઈ કોલેજ રોડ સહિતના રોડ માટે મનપા તંત્ર દ્વારા રૂ 30. 75 કરોડની જોગવાઈ કરવામાં આવી છે આગામી દીવસમાં આ કામનું ટેન્ડર કામ શરુ કરી રોડ નિર્માણ કામ શરુ કરાશે

