HomeGujaratમોરબીમાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડનાર યુવક બેંગલોરથી ઝડપાયો

મોરબીમાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડનાર યુવક બેંગલોરથી ઝડપાયો

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે આવેલ નોકેન સિરામિક કારખાનામાંથી એક સગીરાના અપહરણના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી શિકુમાર ઉર્ફે શિપુ બિજય ઉ.વ.-30 ઓડિસાના બાલેશ્વર જિલ્લાનો રહેવાસી છે. તેને બેંગલોરથી પકડવામાં આવ્યો છે.

બનાવ અંગે સગીરાના પરિવારજનોએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીએ તેમની પુત્રીને લગ્નની લાલચ આપીને ભગાડી હતી. પીએસઆઇ એસ.એચ.ભટ્ટ, અરજણભાઈ ગેરીયા અને હસમુખભાઇ વોરાની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના આધારે આરોપીને બેંગલોરથી ઝડપી પાડ્યો હતો. હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.​​​​​​​

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW