HomeGujaratરાજ્યના 17 નાયબ પોલીસ અધિક્ષકને મળ્યું પ્રમોશન, કે ટી કામરીયા SMCના એસપી...

રાજ્યના 17 નાયબ પોલીસ અધિક્ષકને મળ્યું પ્રમોશન, કે ટી કામરીયા SMCના એસપી બનાવાયા

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લાના પોલીસ વિભાગ તેમજ રીઝર્વ પોલીસ ફોર્સ વિભાગમાં ફરજ બજાવતા સીનીયર કક્ષાના નાયબ પોલીસ અધિક્ષકને એક સાથે બઢતીનો નિર્ણય લેવાયો હતો જેના ભાગરૂપે રાજ્યના કુલ 17 નાયબ પોલીસ અધિક્ષકને પોલીસ અધિક્ષક તરીકેની બદલી આપવામાં આવી છે જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલના ડી વાય એસપી કે ટી કામરીયાને સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી તરીકે નિમણુક આપી છે નિર્લિપ્ત રાયની એસપી માંથી આઈ જી તરીકે બઢતી થતા આ જગ્યા ઘણા સમયથી ખાલી હતી આ ઉપરાંત  રાજ્ય પોલીસ અનામત દળ ના ચેતક કમાન્ડો ફોર્સમાં ફરજ બજાવતા ડીવાયએસપી પી જી ધારૈયાને આજ વિભાગના પોલીસ અધિક્ષક બનાવ્યા છે આ ઉપરાંત એસ કે શાહ,વી આર યાદવ,પરાગ પી વ્યાસ,વડોદરા ગ્રામ્યના ડી વાય એસપી બી એચ ચાવડા,એસ એસ રઘુવંશી,પી ડી મણવર,પી જી જાડેજા પી એચ ભેસાણીયા ડી એચ દેસાઈ એચ એ રાઠોડ,અજીત કુમાર પરમાર એમ જે સોલંકી બી સી ઠક્કર એસ જી પાટીલ અને એ એમ સૈયદને પણ બઢતી આપવમાં આવી છે આ તમામ અધિકારીને હાલ તમામ અધિકારીને તેઓ જે જિલ્લા ફરજ બજાવે છે તે જિલ્લામાં જ ફરજ સોપવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW