મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં પીવાના પાણીનો પશ્ન હલ કરવા બાબતે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજા દ્વારા મોરબી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવવામાં આવ્યું, મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ સ્ટેશનની પાછળના ભાગે પાણીનો સંપ આવેલ છે. જે સંપ મારફતે માળીયા, વનાળીયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગર, સુભાષનગર સહિતના અનેક વિસ્તારમાં પાઈપલાઈન મારફત પાણી પુરૂ પાડવામાં આવે છે. પરંતુ આ પાઈપલાઈનમાં ઉદ્યોગોને અનેક જગ્યાએ ગેરકાયદેસર કનેકશનો આપવાના કારણે ઉપરોક્ત રહેણાંક વિસ્તારો સુધી યોગ્ય માત્રામાં પાણી પહોંચતુ નથી. જેના કારણે લોકોને પાણીથી વંચિત રહેવું પડે છે અને ભારે હાલાકીનો સામનો ક૨વો પડે છે.
જેથી મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ સ્ટેશનની પાછળના ભાગે આવેલ પાણીના સંપ મારફતે માળીયા, વનાળીયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગર, સુભાષનગર સહિતના વિસ્તારોને પાણી પુરૂ પાડવા ઘટીત કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.

