ગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ સહદેવસિંહ ગોહિલ છે. જે કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે કાર્યરત હતો. તે પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતા ઝડપાયો છે. તે પાકિસ્તાનને BSF અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વીડિયો મોકલતો હતો.
ATSના જણાવ્યા મુજબ એક PSIને પાકિસ્તાન મારફતે કરાતી જાસૂસીની લીડ મળી હતી. આ આરોપી BSF અને નેવીની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. જેને સ્પેશિયલ ટીમ બનાવીને ઝડપી લેવાયો છે. આરોપી આદિતી ભારદ્વાજ નામ ધારણ કરનાર પાકિસ્તાની મહિલા એજન્ટના સંપર્કમાં હતો. તેને BSF અને નેવીના અંડર કન્સ્ટ્રક્શનની માહિતી સહદેવસિંહ પાસેથી માંગી હતી.આરોપીને 40 હજાર રોકડ પણ અપાયા હતા. કચ્છની દયાપર ચોકડી ખાતે સહદેવસિંહ ગોહિલે પૈસા મેળવ્યા હતા. આરોપીના ફોનને FSLમાં મોકલાયો છે. તેની પાકિસ્તાન PIO આદિતી ભારદ્વાજ સાથે પાકિસ્તાનમાં વાત થતી હતી.વર્ષ 2023ના જૂન-જુલાઈમાં આરોપી પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. તેઓ વોટ્સએપથી કોન્ટેક્ટમાં આવ્યા હતા. પાકિસ્તાની એજન્ટ પાસે આવા સંવેદનશીલ લોકોના કોન્ટેક્ટ લિસ્ટ હોય છે, જેમાં તેઓ સંપર્ક કરે છે, કેટલાક ટ્રેપમાં આવી જાય છે. વાતચીતમાં વોટ્સએપમાં ઇન્ડિયન નંબર વાપરવામાં આવતો હતો. આરોપીએ કેટલાક વીડિયો ડિલીટ મારી દીધા છે, જેને પરત મેળવવા કાર્યવાહી ચાલુ છે.
જૂન-જુલાઈ 2023થી આરોપી પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. તે વોટ્સએપથી કોન્ટેક્ટમાં આવ્યા હતા. પાકિસ્તાની એજન્ટ પાસે આવા સંવેદનશીલ લોકોના કોન્ટેક્ટ લિસ્ટ હોય છે, જેમાં તેઓ સંપર્ક કરે છે, જેમાંથી કેટલાક ટ્રેપમાં આવી જાય છે. વોટ્સએપમાં ઇન્ડિયન નંબર વાપરવામાં આવતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ કેટલાક વીડિયો ડિલીટ મારી દીધા છે તેને પરત મેળવવા કાર્યવાહી ચાલુ છે.

