મોરબી મહાનગરપાલિકની પ્રાણી રંજાડ અંકુશ શાખાએ શહેરી વિસ્તારમાં તા. 13/05/2025 થી 20/05/2025 દરમિયાન શહેરી વિસ્તારમાંથી કુલ 102 રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવેલ. જેમાં મહાનગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રી સમય દરમિયાન વેજીટેબલ રોડ, લાલબાગ, જેલ રોડ, માધાપર, પરષોતમ ચોક, ઉમિયા સર્કલ, વાંકાનેર દરવાજો, રવાપર રોડ, જેવા વિવિધ વિસ્તારમાંથી પશુ પકડી આજુબાજુની ગૌશાળામાં મુકવામાં આવેલ.
આ ઉપરાંત ઘાસ વેચાણ માટે 9 આસામીને લાયસન્સ આપવામાં આવેલ. મોરબી મહાનગરપાલિકા દ્વારા પશુમાલિકોને માલિકીના ઢોર શહેરી વિસ્તારમાં રખડતા ન મુકવા અનુરોધ કરવામાં આવે છે.

