HomeGujaratટંકારામાં પરિણીતાને માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરનાર પતિ, સાસુ અને સસરાની...

ટંકારામાં પરિણીતાને માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરનાર પતિ, સાસુ અને સસરાની ધરપકડ

ટંકારા પોલીસ મથકમાં ફરીયાદી વિનોદભાઈ નાનજીભાઈ પરમાર રહે. ઉંટડી તા.લીંબડી જી.સુરેન્દ્રનગરવાળા દ્રારા ટંકારા પોલીસ મથકમાં આરોપીઓ શુભમ હિરાલાલ પનારા, હિરાલાલ કરશનભાઈ પનારા અને રિનલબેન હિરાલાલ પનારા રહે.તમામ ટંકારા લક્ષ્મિનારાયણ સોસાયટી-05 તા. ટંકારા વાળા વિરુદ્ધ તેઓની દિકરીને શારીરીક માનશીક ત્રાસ આપી આરોપીઓ એ ફરીયાદીની દિકરી કિંજલને લગ્ન બાદ તેમના જમાઈ શુભમને વિદેશમાં ભણવા જવા માટે રુપીયા પાંચ લાખની જરૂર હોય અને તે રુપીયા ફરીયાદીની દિકરી પાસે માંગતા ફરીયાદીની આર્થિક સ્થિતી નબળી હોવાથી ફરીયાદી નહી આપતા ફરીયાદીના જમાઈ શુભમ તથા તેના માતા-પીતાને સારુ નહી લાગતા જેથી ફરીયાદીની દિકરી કિંજલને આરોપીઓ દ્વારા કરીયાવર બાબતે તેમજ રુપીયા બાબતે અવાર-નવાર મેણા-ટોણા મારી માનસિક દુખ ત્રાસ આપતા જેથી ફરીયાદીની દિકરી કિંજલથી સહન નહી થતા તેમજ તેને મરવા પર મજબુર કરતા ફરીયાદીની દિકરી કિંજલ પોતાની જાતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેનો ગુનો જાહેર થયેલ હોય જે કામની તપાસ કરી ટંકારા પોલીસે આરોપીઓને તાત્કાલીક પુરતા પુરાવા મેળવી અટક કરી ધોરણસરની કાર્યવાહી કરી આ આરોપીઓને કોર્ટ હવાલે કરવામાં આવેલ છે. હાલમાં આગળની વધુ તપાસ ચાલુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW