મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એ. વસાવાના સુપરવિઝન હેઠળ મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, મોરબી બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહારાણા સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે એન.એફ.એસ. ઓ.એફ.સી કેબલ 200 મીટર તથા જોઇન્ટ ક્લોઝર ચોરી થયેલ જે ચોરી કરનાર ઇસમ અન્ય ચોરી કરવાના ઇરાદે રેકી કરવા આવનાર છે અને તે વાવડી ગામથી વાવડી રોડ રેલ્વે સ્ટેશન થઇ નટરાજ ફાટક થઇ મોરબી-2 માં આવનાર છે એવી ચોક્કસ મળેલ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ મહારાણા સર્કલ પાસે વોચમાં રહેતા મહારાણા સર્કલ પાસેથી આરોપી દિનેશ નંદુભાઇ માવી રહે. હાલ ભુમી ટાવર સામે ઝુપડામા વાવડી ગામ તા.જી.મોરબી મૂળ રહે,ગામ નાના કોટડા પો.સ્ટ.કોતવાલી તા.જી.જામવા મધ્યપ્રદેશવાળાને પકડી પાડેલ છે તેમજ તેને જે ચોરીના મુદ્દામાલ આપેલ ઇસમ રજાકભાઇ લતીફભાઇ કચ્છી રહે. કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબીવાળાને પણ પકડી પાડ્યા અને એન.એફ.એસ.ઓ.એફ.સી વાયર (કેબલ) 200 મીટર તથા જોઇન્ટ ક્લોઝરનુ વેચાણ કરેલના કુલ રોકડ રૂ.- 16,000 કબ્જે કરેલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

