HomeGujaratહળવદના જુના દેવળીયા ગામેથી પાંચ મહિનાથી દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

હળવદના જુના દેવળીયા ગામેથી પાંચ મહિનાથી દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

હળવદના જુના દેવળીયા ગામેથી એલસીબીની ટીમે એક રીઢા આરોપીની ધરપકડ કરી છે. 40 વર્ષીય આરોપી વિજય જયંતિભાઈ અઘારા છેલ્લા પાંચ મહિનાથી દારૂના કેસમાં નાસતો ફરતો હતો.

મોરબી એલસીબી પોલીસ ટીમને ખાનગી માહિતી મળી હતી કે આરોપી જુના દેવળીયા ગામે આવ્યો છે. આ માહિતીના આધારે પોલીસે તપાસ કરી અને આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી વિજય અઘારા સામે રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 22 ગુના નોંધાયેલા છે. આ ગુનાઓમાં મારામારી, ચોરી, જુગાર અને પ્રોહિબિશનના કેસનો સમાવેશ થાય છે. એલસીબીની ટીમે આરોપીને પકડીને હળવદ તાલુકા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW