HomeGujaratમાળીયાના સરવડ ગામમાં બોગસ સોગંદનામા અને વારસાઈ એન્ટ્રી પડાવી જમીન કૌભાંડ અચરાયુ હોવાની ફરિયાદ

માળીયાના સરવડ ગામમાં બોગસ સોગંદનામા અને વારસાઈ એન્ટ્રી પડાવી જમીન કૌભાંડ અચરાયુ હોવાની ફરિયાદ

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામના તલાટી કમ મંત્રી અજય વિજયભાઈ ખાંભરા એ માળીયા મીયાણા પોલીસ મથકમાં સરવડ ગામના વતની મહેશ પ્રભાશંકર રાવલ તેમજ તેના આધારે ખોટું સોગંદ નામા થકી બનેલા બોગસ વારસદાર, બોગસ વારસાઈ આંબો બનાવી જમીન ખરીદનાર, બોગસ વારસાઈ એન્ટ્રી માં મદદ કરનાર સહિતના તમામ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું હતું કે આરોપી મહેશભાઈ રાવલ અને તેના થકી બોગસ વારસાઈ આંબો કઢાવનાર આ આંબા થકી જમીન ખરીદી તેમાં ખાતેદાર બનનાર અને આખા કૌભાંડમાં મદદ કરનાર તમામ આરોપીઓએ મળી હંસાબેન મુકુંદભાઈ જોશી કે જેઓ મહેશભાઈ રાવલના દિકરી ન હોવા છતાં ખોટા સોગંદનામાં કરી જામીનગીરી વિલિનીકરણ કરી તેનો ખોટો ઉપયોગ કરી વારસાઈ થકી બોગસ ખાતેદાર બની કૌભાડ આચરવામાં આવ્યું છે. તલાટી કમ મંત્રીની ફરિયાદ આધારે માળિયા મીયાણા પોલીસે IPC 465, 467,468,471,120 બી અને 34 મુજબ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW