HomeGujaratમહેન્દ્રનગર વિસ્તારને થતી સમસ્યાને નિવારણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે મુલાકાત લઈ...

મહેન્દ્રનગર વિસ્તારને થતી સમસ્યાને નિવારણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે મુલાકાત લઈ સ્થાનિકોના પ્રશ્નોને સાંભળી તેનો ઉકેલ લાવવાની ખાતરી આપી

મોરબી મહાપાલિકામાં નવા ભળેલા મહેન્દ્રનગર વિસ્તારની મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સ્થાનિકોના પ્રશ્નો સાંભળી વહેલી તકે તેનો ઉકેલ લાવવાની ખાતરી પણ અપાઈ હતી. મહેન્દ્રનગર ગામે અનેક પ્રશ્નોથી સ્થાનિકો પીડાઈ રહ્યા હોય મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરે અને ડેપ્યુટી કમિશનર સંજય સોની તેમજ ક્લસ્ટર 3ના અધિકારીઓએ આ વિસ્તારની મુલાકાત લઈ સ્થાનિકોના પ્રશ્નોને સાંભળી તેનું નિરાકરણ લાવવા માટેનું સૂચન કર્યું હતું.

સ્થાનિકોએ બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક સમસ્યા હોવાનું જણાવ્યું હતું. જેના નિરાકરણ માટે સર્કલ બનાવવાનું પણ કહ્યું હતું. વધુમાં સ્થાનિકોએ રજુઆતમાં જણાવ્યું કે અહીં ગટર અને રોડના પ્રશ્ન પણ છે. વધુમાં પીવાના પાણીની 7 mldની જરૂરિયાત છે. જેની સામે હાલ માત્ર 4.5 mld પાણી જ આપે છે. આ રજૂઆતો અધિકારીઓ દ્વારા સાંભળવામાં આવી અને તેના નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી. મહેન્દ્રનગરના ગામ વાસીને સમસ્યાનું નિરાંકારણ જલ્દી મળે આ રૂપે મહેન્દ્રનગર વાસી અને ગામ આગેવાન કેતન બોપલિયા,અલ્પેશ ઓડિયા, દીપક અંદરપા અને ગામ લોકો તેમજ ગામના આગેવાન સાથે મળીને થતી સમસ્યાની રજૂઆત કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW