મોરબીના બેલા ગામની સીમમાં આવેલ લાસાસેરા સીરામીકની લેબર કોલોનીમાં રહેતા અને મૂળ દાહોદના વતની મેહુલકુમાર અર્જુનભાઇ બામણીયાએ ગઈકાલના રોજ કોઈ અગમ્ય કારણોસર લાસાસેરા સિરામીકના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

