HomeGujaratમોરબીના બંધુનગર નજીક ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

મોરબીના બંધુનગર નજીક ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

મોરબી એસઓજી ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, આરોપી અકીલ ઉર્ફે અલ્ફેઝ માણેકીયાની બંધુનગર ગામે વેરોના ગ્રેનીટો સિરામિક સામે આવેલ કોમ્પલેક્ષમાં આવેલ દુકાનમાં વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતો હોય તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તે સ્થળે જઈ તપાસ કરતા ત્યાંથી નાર્કોટીકસ માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન 1કિલો 267 ગ્રામ કુલ રૂ.- 12,670, 1 મોબાઈલ ફોન, 1 ડીજીટલ વજનકાંટો અને રોકડ રૂ.- 2100 મળી કુલ રૂ.- 30,070નો મુદામાલ મળી આવ્યો હતો. આ મુદામાલ સાથે પોલીસે આરોપી અકીલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદભાઈ માણેકીયાને પકડી લઇ તેની સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW