HomeGujaratમોરબી હેડ ક્વાર્ટર માં ડ્યુટી પૂર્ણ કરી પરત ફરતા Psi ને અજાણ્યા...

મોરબી હેડ ક્વાર્ટર માં ડ્યુટી પૂર્ણ કરી પરત ફરતા Psi ને અજાણ્યા ટ્રકે હડફેટે લેતા મોત

મોરબી જિલ્લા પોલીસ ના મકનસર ખાતે આવેલા હેડ ક્વાર્ટર માં ફરજ બજાવતા પીએસઆઇ બીઆર જાડેજા આજે તેમની ડ્યુટી પૂર્ણ કરી તેના સ્કૂટર પર પરત ફરી રહ્યા હતા ત્યારે જાંબુડીયા પાસે આવેલા બ્રિજ પર માતેલા સાંઢની જેમ આવેલા ટ્રકે તેમના સ્કૂટર ને પાછળથી ટક્કર મારી હતી અને ગંભીર ઇજા પહોંચાડી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.બનાવ બાદ પીએસઆઈ જાડેજાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા અને તેના મૃતદેહને પી એમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ ને પગલે પોલીસ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. ઘટનાને પગલે મોરબી પોલીસના અધિકારી અને પોલીસ કર્મીઓ સિવિલ હોસ્પિટલમાં એકઠા થઈ ગયા હતા.બીજી તરફ પોલીસની અન્ય અલગ અલગ ટીમ બનાવી અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી દીધી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW