ટંકારાના વિરપર ગામને જિલ્લાનું ‘સ્માર્ટ વિલેજ’ બન્યું છે. તેમજ વીરપર ગામને રાજ્યના પાંચ સ્માર્ટ વિલેજમાં સ્થાન મળ્યું છે. હવે વિરપર ગામ ડિજિટલ સાધનોથી સજ્જ બન્યું છે. આથી, ગુનાખોરી પર બાજ નજર રહેશે. ટંકારાના વીરપર ગામે હવે રાત્રીના સમયે બિનજરૂરી લટાર લગાવવી કે અસામાજિક પ્રવૃત્તિઓ કરવી ભારે થઈ પડશે. કારણ કે તિસરી આંખ એટલે કે સીસીટીવી કેમેરાથી ગામની ગતિવિધિ પર રહેશે. આમ, વિરપર ગામે ડિઝીટલ વિલેજ તરફ પ્રયાણ કર્યું છે. જે ખરેખર લાભદાયી બનશે. ટંકારા તાલુકા વિરપર ગામને સ્માર્ટ વિલેજ અને ડિજીટલ વિલેજ બનાવવામાં આવ્યું છે.
આ અંતર્ગત નાગરિકોને શહેરમાં હોય તેવી બધી સુવિધા ઉપલબ્ધ કરાવી જેવી કે કચરાનો નિકાલ બાગ બગીચા લાયબેરી આરો પ્લાન્ટ રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટ પાણી વિગેરે સાથે ગ્રામ પંચાયતમાં ટેકનોલોજી નો ઉપયોગ કરીને તમામ પ્રકારની ઓનલાઈન અરજી રેશનકાર્ડ માં સુધારા વધારા તથા આયુષ્માન કાર્ડ જેવી ઉપલબ્ધ સુવિધા કરાવેલ છે. તેમજ ગામની જુદી-જુદી દિશામાં ગોઠવેલ કેમેરાથી ગામને સજ્જ કરવામાં આવ્યું છે. આ રીતે ‘એક કદમ આધુનિકતાની ઓર’થી ગ્રામ પંચાયત, ગામલોકો, સરપંચ અને તલાટી કમ મંત્રીને ચૌતરફથી અભિનંદન મળી રહ્યા છે.

