HomeGujaratભેજાબાજો એ કાર અપાવાની લાલચ આપી ત્રણ યુવાનો પાસેથી રૂ. 9.51 લાખ...

ભેજાબાજો એ કાર અપાવાની લાલચ આપી ત્રણ યુવાનો પાસેથી રૂ. 9.51 લાખ ખંખેરી લીધા

વાંકાનેરના સરધારકા ગામે રહેતા જયદીપભાઇ જીવરાજભાઇ ડાભી નામના યુવાનને આરોપી SBI BANK A/C NO.00000043101573296ના ધારક મિતરાજસિંહ નિર્મળસિંહ સરવૈયા, CENTRAL BANK OF INDIA A/C NO.1612309642 ના ધારક નિર્મળસિંહ દશરથસિંહ સરવૈયા અને SBI BANK A/C NO.41575640305 ના ધારાક મયુરસિંહ કરણસિંહ ઝાલા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, આ આરોપીએ ફરીયાદીને તથા સાહેદોને મારૂતી સુઝુકી ફ્રોન્ક્ષ કાર મંગાવી આપવાનો વિશ્વાસ આપી ફરીયાદી પાસે તથા સાહેદો પાસે આરોપીઓએ પોતાના એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્જેસન દ્રારા ફરી પાસે ગાડીના ડાઉન પેમેન્ટના કુલ રૂ. 1,61,000 અને સાહેદ મહેશભાઇ પાસેથી અલગ-અલગ ટ્રાન્જેક્સન દ્રારા ઉપરોક્ત આરોપીઓના એકાઉન્ટમા કુલ રૂ. 3,95,000 અને સાહેદ રવીભાઇ મેરના કુલ રૂ. 3,95,000 એમ બધાના કુલ રૂ.- 9,51,000 આરોપીઓએ પોતાના એકાઉન્ટમાં મેળવી લઇ સાહેદોને કોઇ પણ ઇલેક્ટ્રોનીક ડીવાઇઝ મારફતે કીરણ મોટર્સમાં ડાઉનપેમેન્ટ ભર્યા અંગેની પહોચ તથા સહી સીક્કો કરેલ ખોટી બનાવી સાહેદોને વોટસેપમાં મોકલી ખોટો દસ્તાવેજ ઉભો કરી ઉપરોક્ત આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પોતાના એકાઉન્ટમાં રૂપીયા લઇ ફરી તથા સાહેદોને કાર નહી આપી છેતરપીંડી કરી આ અંગેની ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW