HomeGujaratવાંકાનેરના સરતાનપર રોડ નજીક આવેલ પેપરમીલના કારખાનાના કંપાઉન્ડમાં ટ્રક હડફેટે આવી જતા...

વાંકાનેરના સરતાનપર રોડ નજીક આવેલ પેપરમીલના કારખાનાના કંપાઉન્ડમાં ટ્રક હડફેટે આવી જતા યુવાનનું મોત

વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ સોપરાઇટ પેપરમીલના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની જમાદાર રાયસીંગ પાવરાનો પુત્ર આદેશ જમાદાર પાવરા સોપરાઇટ પેપરમીલમાં કંપાઉન્ડમાં કામ કરતો હતો. તે વખતે GJ-13-AW-3529 નંબરના ટ્રક ચાલકે પોતાના હવાલા વાળું ટ્રક ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી આદેશને હડફેટ લઇ પછાડી દઇ છાતીના ભાગે ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે વાંકાનેર હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW