રાજકોટમાં બીએડનો અભ્યાસ કરતા અને મોરબીના ખાખરાળા ગામના વતની યુવક કિશન કરોતરાની ગામના સાગર ઉર્ફે મુળુ આયદાનભાઈ ડાંગર નામના શખ્સ દ્વારા છરીના આડેધડ હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટનાના 4 દિવસ બાદ પણ આરોપી ફરાર હોય આ બાબતે આજે મોરબીમાં વડવાળા યુવા સંગઠનોની આગેવાનીમાં આજે રબારી સમાજના લોકોએ કેસરબાગ થી એસપી કચેરી સુધી મૌન રેલી યોજી હતી આ રેલી માં મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો પહોચ્યા હતા અને ડીવાયએસપી પી એ ઝાલાને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તેઓએ આ ઘટનામાં સંડોવાયેલ આરોપીને વહેલી તકે ઝડપી લેવા તેમજ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી આ ઉપરાંત અન્ય કોઈ આ ઘટનામાં મદદગારી હોય તો તે દિશામાં તપાસ કૃત તેની મદદ કરનાર ને પણ સજા આપવામાં આવે તેવી માંગણી કરી હતી.

