વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે રંગપર ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. રંગપર ગામની સીમમાં આવેલ સ્લીપ કારખાનાની બાજુમાં સુર્યકૃપા કરીયાણા સ્ટોરની નજીક જાહેરમાં જુગાર રમતા પ્રદીપભાઈ અનકભાઈ બછીયા, રવુભાઇ ઉર્ફે મુન્નાભાઈ જીલુભાઈ કાળીયા અને સેમરાજ રાજુભાઈ ખાચરને પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 10,400નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે ત્રણેય શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

