HomeGujaratમાળિયા નજીક નેશનલ હાઈવે પર ટ્રેલરની ટક્કર લાગતા બાઇક સવાર વૃદ્ધનું મોત,

માળિયા નજીક નેશનલ હાઈવે પર ટ્રેલરની ટક્કર લાગતા બાઇક સવાર વૃદ્ધનું મોત,

નેશનલ હાઈવે પર મોરબી-કચ્છ હાઈવે પરક્ષ માળિયા નજીક આવેલી આરામ હોટલ સામે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 60 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું હતું બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

માળિયા મીયાણાના નવા હંજીયાસર મોવરવાસના રહેવાસી સિદ્દીકભાઈ ગગાભાઈ જેડા પોતાના બાઇક નંબર GJ-36-AH-3772 પર માળિયા તરફ ખરીદી કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રક ટ્રેલર નંબર GJ-12-BZ-8639એ તેમના બાઇકને પાછળથી ટક્કર મારી હતી.અકસ્માતમાં સિદ્દીકભાઈને માથામાં ગંભીર ઈજાઓ થવાથી તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના પુત્ર અનવરભાઈ સિદ્દીકભાઈ જેડા (31)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી લીધો છે અને આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW