HomeGujaratમોરબીમાં આરટીઓએ માર્કેટિંગ યાર્ડમાં આવેલા વાહનોમાં રિફ્લેક્ટર લગાવી તેનું મહત્વ સમજાવ્યુ

મોરબીમાં આરટીઓએ માર્કેટિંગ યાર્ડમાં આવેલા વાહનોમાં રિફ્લેક્ટર લગાવી તેનું મહત્વ સમજાવ્યુ

મોરબી આરટીઓ તથા પોલીસ વિભાગ દ્વારા તા. ૩૦/૦૪/૨૦૨૫ ના રોજ રોડ સેફ્ટી અવેરનેશ કાર્યક્રમ અંતર્ગત મોરબી એપીએમસી માર્કેટ ખાતે કેમ્પ યોજવામાં આવ્યો હતો. તેમા ડ્રાઇવરો ને માર્ગદર્શન આપ્યું હતું, તેમજ જે વાહનો પર રિફ્લેક્ટર ન હોય તે વાહનો પર રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા.
મોરબી સ્થિત આરટીઓ ઓફિસ અંતર્ગત રોડ સેફ્ટી અવેરનેશ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે મોરબી ખાતે આવેલ એપીએમસી મા ૩૦ મી એપ્રિલ ના રોજ અવેરનેશ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોરબી આરટીઓ અને પોલીસ વિભાગ ની ટીમ દ્વારા APMC મોરબી ખાતે આવનાર માધ્યમ/ભારે માલ વાહનો ને રિફ્લેક્ટર્સ, રિફ્લેક્ટિવ ટેપ અને રિયર માર્કિંગ પ્લેટસ જેવા સલામતી ના ઉપકરણો લાગવાની કામગીરી તથા વાહન ચાલકો ને માર્ગ સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW