HomeGujaratમોરબીમાં નવા ભળેલ જવાહર-માળિયા પંચાયતોમાં રોડ સફાઈ અને સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધા...

મોરબીમાં નવા ભળેલ જવાહર-માળિયા પંચાયતોમાં રોડ સફાઈ અને સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધા પૂરી પાડવા પૂર્વ કાઉન્સીલરની માગ

મોરબી મહા નગર પાલિકા બનતા નવા ભડેલી ગ્રામ પંચાયત પૈકી ભડિયાદ જવાહર નગર માળિયા વનાળીયા ત્રાજપર સહિતની ગ્રામ પંચાયત તેમજ અગાઉ જે પાલિકા વિસ્તારમાં હતા તે વોર્ડ 4 માં મોટાભાગની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અનેક વિસ્તારમાં ભૂગર્ભ ગટરની નવી લાઈન નાખવા, પીવાના પાણીની વ્યવસ્થા કરવા રોડ રસ્તા બનાવવા તેમજ સ્ટ્રીટલાઇટ અને ડોર ટૂ ડોર કચરા કલેક્શન સહિતની અનેક કામગીરી થઇ રહી નથી ચોમાસાની શરુઆત ને હવે ગણતરીના મહિના બાકી છે આ કામગીરી ન થવાના કારણે નવા ભળેલા વિસ્તારમાં હાલાકીનો સામનો કરવો પડી શકે છે વોર્ડ 4 માં આવતા અનુપમ સોસાયટી રાજ સોસાયટી કમલાપાર્ક ગીતાપાર્ક 100 ઓરડી વિસ્તાર, હાઉસિંગ બોર્ડથી ચક્કર રોડ પોટરી શાળાથી અંબિકા ગરબી મંડળ સુધીનો રોડ અત્યંત દયનીય સ્થિતિમાં છે ત્યારે આ તમામ કામગીરી પૂર્ણ કરવા મોરબી નગર પાલિકાના પૂર્વ કાઉન્સીલર સુરેશ શોરોહીયાએ માગ કરી છે અને આ મુદ્દાઓ ને લઇ મોરબી મહાનગર પાલિકા કમિશ્નર સ્વપ્નીલ ખરે લેખિત રજૂઆત કરી છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW