જુનાગઢના ભવનાથ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રવિશંકર સરદારસિંહ ડામોરે આરોપી હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગઈકાલના રોજ આરોપી હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા નામનો કાચા કામના આરોપીને ફરીયાદી તથા સાહેદો સરકારી વાહન સાથે જેલ બદલી માટે મોરબી જેલ ખાતે લઈ જતા હતા. તે સમયે મિતાણા ગામથી આગળ જતા હાઈવે ઉપર અચાનક અમારી ગાડી ગરમ થઈ જતા ગાડી ખજુરા રિસોર્ટ્ના પાર્કિંગમાં રોકેલ તે દરમિયાન આરોપીએ ટોઇલેટ જવાનુ જણાવતા નજીકના ખજુરા રિસોર્ટ્ના ટોઈલેટમાં લઈ ગયેલ જ્યાથી બહાર નિકળતા હતા. તેવામાં આ આરોપી અચાનક એ.એસ.આઈ. જયેશભાઈનો હાથ છોડાવી ટોઈલેટમાંથી બહાર નિકળી ગીરફ્તારીનો ઇરાદા પુર્વક સામનો કરી હથકડી સહીત બાજુની દિવાલ ઠેકી નાશી ગયો હતો. આ મુદ્દે ફરીયાદ આધારે ટંકારા પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

