HomeGujaratઆતંકી ઘટનાના વિરોધમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ...

આતંકી ઘટનાના વિરોધમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ ,

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાને પગલે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે તમામ દેશભરમાં બજાર બંધ રેલી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે મોરબી માં પણ આજે વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યો હતોં અને આતંકી હુમલાના હતભાગી માટે મૌન રેલીનું આયોજન કરાયું હતું આ રેલીમાં હિંદુ સંગઠનોની સાથે મોરબી ના દાઉદી વ્હોરા સમાજના લોકો પણ જોડાયા હતા તેમજ જમ્મુ કશ્મીર ખાતે થયેલ પહલગામ કરવામાં આવેલ આતંકવાદી હુમલામાં આશરે 26 જેટલા ભારતીય નાગરિકો ની હત્યા કરવામાં આવી હતી તેમજ અનેક લોકો આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા હતા.તેમના દુઃખ માં ભાગીદાર થયા હતા

આ ઉપરાંત મોરબી શહેર મા આવેલ સૈફી મસ્જીદ ખાતે પણ તારીખ ૨૫/૪/૨૦૨૫ ના રોજ મોરબીના આમિલ સાહેબ ના નૈતૃતવ માં શુક્રવાર ના દિવસે મૃતકો માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી.દુઆઓ સાથે મૃતક ભારતીય નાગરિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.તદુપરાંત મૃતકોના સન્માનમાં ૨ મિનિટ મૌન પાળ્યું હતું.દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતકો પ્રત્યે દાઉદી વ્હોરા સમાજને સહાનુભૂતિ છે તેમજ આ મુશ્કેલ ઘડી માં ઇશ્વર મૃતકોના પરિવારજનો ને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી દુઆઓ કરવા માં આવી હતી. આ અંગે નું આયોજન મોરબી અનજુમને સૈફી જમાઅત કમિટી દ્વારા કરવામાં આવેલ હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW