HomeGujaratમોરબીની પારેખ શેરીના એપાર્ટમેન્ટમાં લાગેલ મોબાઈલ ટાવર સામે સ્થાનીકોમાં નારાજગી કમિશ્નરને રજૂઆત

મોરબીની પારેખ શેરીના એપાર્ટમેન્ટમાં લાગેલ મોબાઈલ ટાવર સામે સ્થાનીકોમાં નારાજગી કમિશ્નરને રજૂઆત

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરીશ કોટેચા, રાણેવાડીયા દેવેશ મેરુભાઈએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, ગૌરાંગ શેરી, પારેખ શેરીની અંદર ગેર કાયદેસર રીતે પ્રતિમાં એપાર્ટમેન્ટમાં ટાવર ઉભુ કરેલ છે. તો આ ટાવર કોની મંજુરી થી અને કોના કહેવાથી ઉભુ કરેલ છે અને કયા અધિકારી અને કઈ કચેરીએ મંજુરી આપેલ છે. તેની તમામ માહિતી આપવામાં આવે તેવી માંગ કરી છે.

આ ઉપરાંત એપાર્ટમેન્ટમાં સી.સી.ટી.વી. કેમેરા નથી અને ફાયરની સુવિધા પણ નથી તો ફાયરની દુઘર્ટના બને તે ફાયર ગાડી આવી શકે તેમ નથી તો આવા બનાવ બને તો આની જવાબદારી કોની અને આ મોબાઇલ ટાવર થી થતા નુકશાન જેમ કે ગર્ભવતી મહીલા પશુ-પંખીને અને વૃધ્ધ લોકોને જે ગંભીર અસર થયા તો તેની જવાબદારી કોની અને મોરબી મહાનગરપાલીકાનું ટેકસ પણ આ પ્રતિમાં એપાર્ટમેન્ટ વાળા અને દલીચંદે ભરેલ નથી તો આ પ્રતિમાં એપાર્ટમેન્ટ વાળાને આ ટાવર તાત્કાલીક કાઢવા આદેશ કરે અને એક ટાવરનું ભાડુ રૂ. ચાલીસ હજાર લીયે છે તોઆવા બે ટાવર છે. તે આ પ્રતિમાં એપાર્ટમેન્ટ ના મોબાઇલના ટાવર ના માલીક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સામાજીક કાર્યકરોએ માંગ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW