HomeGujaratમોરબીના ટીંબડી ગામ પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબીના ટીંબડી ગામ પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબીના ટીંબડી ગામે રહેતા મનોજભાઇ ગોવિંદભાઈ ઝાપડાએ GJ-13-AW-8146 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ GJ-13-AW-8146 નંબરનો ટ્રક પુરઝડપે અને બેદકારીપુર્વક ચલાવી ફરીયાદીના પિતાજી ગોંવિદભાઇ ભાયાભાઇ ઝાપડાના GJ-36-N-5677 નંબરના બાઈકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગોવિંદભાઈને માથાના ભાગે તથા પગના ભાગે ગંભીર ઇજા પહોચાતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રની ફરિયાદ આધારે પોલીસે તે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW