HomeGujaratમોરબી શહેરના મુખ્ય 10 સર્કલની કાયા પલટ થશે, રિ ડિઝાઈન આધારે થશે ડેવલપમેન્ટ

મોરબી શહેરના મુખ્ય 10 સર્કલની કાયા પલટ થશે, રિ ડિઝાઈન આધારે થશે ડેવલપમેન્ટ

મોરબી મહા નગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મુખ્ય રોડ પરના સર્કલની રિ ડિઝાઈન અને ડેવલપમેન્ટની કામગીરી કરી રહી છે. આ માટે મનપા દ્વારા સુરતની સરદાર પટેલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના સ્ટુડન્ટ અને પ્રોફેસરની મદદ લઈ રહ્યું છે અને આ તમામ સર્કલ વધૂ સારા અને ઉપયોગી સાબિત થઈ શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ તેજ ગતિ શહેરની શકલ સુરત બદલવાના પ્રયાસ થઈ રહ્યા છે. મનપા તંત્ર અલગ અલગ કામગીરી માટે ઝડપથી અલગ અલગ એજન્સીઓ પાસે કામની ડિઝાઇન એસ્ટિમેટ તેમજ ટેન્ડર પ્રકિયા કરી રહી છે. તાજેતરમાં શહેરમા રોડ રસ્તા સફાઈ પાર્કિંગ તેમજ નવી ભળેલી પંચાયતોની હદમાં આવતા રોડના કબજે લેવા તજવીજ હાથ ધરી છે.

આ ઉપરાંત મહા નગર પાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર આવેલા ટ્રાફિક જામ સર્જાતા સર્કલની કાયાપલટ કરવા જઈ રહી છે. હાલ મોરબી શહેરના મોટાં ભાગના સર્કલ સાંકડા હોવાની સાથે યોગ્ય ડિઝાઇન મુજબ ન હોવાથી ટ્રાફિક જામ ની સમસ્યાનું કેન્દ્ર પણ બની રહ્યા છે, ત્યારે મહા નગર પાલિકા દ્વારા સુરતની સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના સ્ટુડન્ટ અને પ્રોફેસર પાસે શહેરના મહત્વના 10 સર્કલની ડિઝાઇન તૈયાર કરાવી રહી છે. આ સંસ્થાની ટીમ તમામ સર્કલની મુલાકાત લઈ સર્કલની માહિતી મેળવી તેને કેવી રીતે ડેવલપ કરી શકાય કે જેના થકી ભવિષ્યમાં ટ્રાફિક જામ ની સમસ્યા ઓછી કરી શકાય તે માટે જરૂર પડે ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવશે. સાથે સાથે શહેરની સુંદરતામાં પણ વધારો કરી શકાય તે માટે બ્યુટીફિકેશનની પ્રકિયા પણ હાથ ધરવામાં આવશે.

શહેરના આ 10 સર્કલ નું ડેવલપમેન્ટ કરાશે,

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW