HomeGujaratમોરબી સિવિલમાં આઉટ સોર્સથી ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફની જાહેર રજાઓ રદ કરી...

મોરબી સિવિલમાં આઉટ સોર્સથી ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફની જાહેર રજાઓ રદ કરી દેવાતા હોબાળો

મોરબી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આઉટ સોર્સ એજન્સી થકી મોરબી જિલ્લા કરાર આધારિત નર્સિગ સ્ટાફ ને બે દિવસ પહેલા મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો પી કે દૂધરેજિયાએ આદેશ કર્યો હતોએ આ કર્મચારીઓ જે અત્યાર સુધી સરકારી જાહેર રજાના દિવસમાં રજા રાખી શકશે નહી અને જો આ દિવસે ફરજ પર નહી આવે તો કપાત પગાર ગણવામાં આવશે માત્ર આ કર્મીઓને મહિનામાં 4 રજા જ મળવાપાત્ર રહેશે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ના આ તઘલખી નિર્ણય સામે નર્સિંગ સ્ટાફમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તમામ સ્ટાફ આજે સિવિલ હોસ્પિટલ બહાર સુત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતી આ તકે નર્સિંગ સ્ટાફે જણાવ્યું હતું કે રાજ્યની તમામ સિવિલ હોસ્પીટલમાં સ્ટાફ ને જાહેર રજાનો લાભ મળે છે તો અમને કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે આ બાબતે સિવિલ સુપ્રિટેન્ડેન્ટને મળવા પહોચ્યા હતા જોકે તેઓ દ્વારા કોઈ પ્રતિશાદ આપવામાં આવ્યો નથી જેથી આ બાબતે અમે આગામી દિવસમાં જરૂર પડ્યે કલેકટરને રજૂઆત કરીશું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW